રાજકોટ બાદ અમદાવાદમાં નશાખોર કાલચાલકે સર્જ્યો અકસ્માત, એક્ટિવા ચાલકને લીધો અડફેટે
Ahmedabad Accident: આજે(29 જુલાઈ) અમદાવાદ શહેરના અખબારનગર અંડરપાસ નજીક નશાખોર કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે ટુવ્હિલરને અડફેટે લેતા ટુવ્હિલર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. કારચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કારચાલકે અખબારનગર અંડરપાસના ગેટ સાથે કાર અથડાવી અને એક્ટિવ ચાલકને અડફેટે લીધો હતો. કોર્પોરેશનની પ્રોપર્ટીને પણ કારચાલક દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ત્યારબાદ સ્થાનિકો દ્વારા કારચાલકને પકડી લેવાયો હતો. તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જોકે, ટ્રાફિક પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરાઈ છે.
રાજકોટમાં નશાખોર કારચાલકે 9 વાહનોને લીધા અડફેટે
રાજકોટ શહેરના બિગ બજાર નજીક નશાખોર કારચાલકે કારથી એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક માતા-પુત્રીને ઈજા પહોંચી છે. બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા છે. ઘટનાસ્થળે પોલીસની પીસીઆર પહોંચી. રોષે ભરાયેલા લોકોએ નશાખોરની કાર પર પથ્થરમારો કર્યો હતો.