Gujarat

રાજકોટમાં નશાખોર કારચાલકનો આતંક, એક બાદ એક 9 વાહનોને લીધા અડફેટે, માતા-પુત્રીને ઈજા

By GS TEAM
29 Jul 20251 min read
TukuTouch Logo
રાજકોટ શહેરના બિગ બજાર નજીક નશાખોર કારચાલકે કારથી એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક માતા-પુત્રીને ઈજા પહોંચી છે. બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં નશાખોર કારચાલકનો આતંક, એક બાદ એક 9 વાહનોને લીધા અડફેટે, માતા-પુત્રીને ઈજા

Rajkot News: રાજકોટ શહેરમાં નશાની હાલતમાં કાર ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે શહેરના બિગ બજાર નજીક નશાખોર કારચાલકે આતંક મચાવ્યો હતો. નશાખોરે કારથી એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક માતા-પુત્રીને ઈજા પહોંચી છે. બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા છે. ઘટનાસ્થળે પોલીસની પીસીઆર પહોંચી. રોષે ભરાયેલા લોકોએ નશાખોરની કાર પર પથ્થરમારો કર્યો હતો.