Get The App

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 9.24 અબજની કિંમતનું ડ્રગ્સ,197 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

કોંગ્રેસના સવાલ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં વિગતો રજૂ કરી

ડ્રગ્સની હેરાફેરીને લઈ 2 વર્ષમાં 40 આરોપીઓ પકડાયા, 32 પાકિસ્તાની,7 ભારતીય,1 અફઘાનીનો સમાવેશ થાય છે

Updated: Mar 11th, 2023

GS TEAM

Google News
Google News
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 9.24 અબજની કિંમતનું ડ્રગ્સ,197 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો 1 - image



ગાંધીનગર, 11 માર્ચ 2023 શનિવાર

ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની રેલમછેલ થઈ રહી હોવાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો. તેમણે જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 9 અબજ 24 કરોડ 97 લાખની કિંમતનો  184.994 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો પકડાયો છે. તે ઉપરાંત તેમણે વિદેશી દારૂ ઝડપાયા અંગે પણ કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે ક્હ્યું હતું કે, છેલ્લા 2 વર્ષ મા રાજ્યમાં 197 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. 

બે વર્ષમાં 40 આરોપીઓને પકડવામાં આવ્યા
વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ATSએ 9 અબજ 24 કરોડ 97 લાખનું કિંમતનો  184.994 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં બે વર્ષમાં 40 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ આરોપીઓમાં 32 પાકિસ્તાની,7 ભારતીય,1 અફઘાનીનો સમાવેશ થાય છે. 

2987 આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી
સરકારે ગૃહમાં કબૂલ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 197 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ભારત મા બનેલી વિદેશી દારૂની 1.66 કરોડ થી વધુ બોટલ ઝડપાઈ છે. રાજ્યમાં 3.94 કરોડનો દેશી દારૂ પણ ઝડપાયો છે. જ્યારે બિયરની 10,47,99,853ની કિંમતની 12,27,987 બોટલ પકડાઈ છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 2987 આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે.

Tags :