mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દ્વારકાના દરિયાકાંઠો નશીલા પદાર્થની હેરાફેરીનું હબ બન્યું! ફરી રૂ. 42 લાખનો ચરસનો જથ્થો જપ્ત

Updated: Jun 11th, 2024

દ્વારકાના દરિયાકાંઠો નશીલા પદાર્થની હેરાફેરીનું હબ બન્યું! ફરી રૂ. 42 લાખનો ચરસનો જથ્થો જપ્ત 1 - image


Drugs Found In Dwarka: સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સ પકડાય છે. ત્યારે ફરી એકવાર દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી બિનવારસી ચરસ મળ્યુ છે. અંદાજિત 42 લાખ રૂપિયાનું ચરસ મળી આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. મીઠાપુર પોલીસના કોમ્બિંગ દરમિયાન ચરસ જપ્ત કરાયુ છે. અગાઉ પણ એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો ચરસ મળી આવ્યું હતું. 

થોડા દિવસ પહેલા રૂ.16 કરોડનું ચરસ મળ્યું હતું

દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી 850 ગ્રામ બિનવારસી ચરસ મળ્યુ છે. જેની અંદાજિત 42 લાખ રૂપિયા છે. મીઠાપુર પોલીસે આ સંદર્ભમાં તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલાં દ્વારકાના દરિયાકાંઠેથી એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો ચરસ મળી આવ્યું છે. જેની કિંમત આસરે 16 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. પોલીસે ચરસના 30 પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ માફિયાઓનો નવો પેતરો

ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે. 


Gujarat