નશીલા દ્રવ્યોનો કારોબાર કરનાર આરોપીની અટકાયત
પાંચ વર્ષમાં બે વખત ગાંજા સાથે પકડાયો હતો
વડોદરા,નશીલા દ્રવ્યોના કારોબારમાં સંડોવાયેલા આરોપીની અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં જ એન.ડી.પી.એસ.ના બે ગુનાઓ દાખલ થયા છે.
પાંચ વર્ષ પહેલા ગોરવા વિસ્તારમાંથી આરોપી કપીલ કનૈયાલાલ અગ્રવાલ (રહે. સત્યમ એપાર્ટમેન્ટ,ગોરવા તથા જય ગણેશ સોસાયટી, સુભાનપુરા, ગોરવા) પાસેથી દોઢ કિલો ગાંજો મળી આવ્યો હતો. જે અંગે ગુનો દાખલ થયો હતો. જામીન પર છૂટયા પછી તેણે ફરીથી ધંધો શરૃ કર્યો હતો. વર્ષ - ૨૦૨૪ માં ફરીથી તે ૧૩.૮૭૦ કિલો ગાંજા સાથે ઝડપાઇ ગયો હતો. વારંવાર ગુનાઇત પ્રવૃત્તિ આચરતા આરોપી સામે પી.આઇ.ટી. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળનું પ્રપોઝલ તૈયાર કરી એન.ડી.પી.એસ. સેલ ગાંધીનગરને મોકલી આપવામાં આવ્યું હતું. જ્યાંથી હુકમ થતા તેની અટકાયત કરવામાં આવી છે. આ રીતે થતી અટકાયતમાં આરોપી બે વર્ષ સુધી મુક્ત થઇ શકતો નથી.