Get The App

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત 1 - image

- ધોળકાના સરોડા પાસેનો બનાવ 

- પાણીનો પ્રવાહ વધુ હોવાથી વિદ્યાર્થી ગરકાવ થઇ જતા બહાર કઢાયો, પોલીસે તપાસ હાથ ધરી 

બગોદરા : ધોળકાના સરોડા સ્થિત રાય યુનિવસટીમાં અભ્યાસ કરતો હરિયાણાનો ૨૨ વર્ષીય વિદ્યાર્થી કેનાલના પ્રવાહમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. કેનાલમાંથી વિદ્યાર્થીની લાશને બહાર કાઢી હતી. 

 મૂળ હરિયાણાના પલવલનો વતની અને યુનિવસટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો અશ્વની મહેશકુમાર (ઉં.વ. ૨૨) ગત ૧ એપ્રિલના રોજ સાંજે ૪.૩૦ વાગ્યાના સુમારે સરોડા ગામ પાસેની કેનાલમાં નહાવા માટે ઉતર્યો હતો. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અશ્વની ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ભારે જહેમત બાદ તેને પાણીમાંથી બહાર કાઢયો હતો. તેને તાત્કાલિક ધોળકાની સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે યુનિવસટીના પ્રતિનિધિએ ધોળકા રૃરલ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.