Vadodraa : વડોદરાના પ્રતાપનગર સ્થિત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં ડીઆરએમ કપ 2026 ક્રિકેટ સ્પર્ધાનો આરંભ થયો છે. સ્પર્ધાનું ઉદ્ઘાટન વડોદરા વિભાગના ડી.આર.એમ. રાજુ ભડકે દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે ભડકેએ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને રમતભાવના સાથે પૂરી લગનથી રમવા તેમજ દરેક મેચ જીતવાની ભાવનાથી મેદાનમાં ઉતરવા આહ્વાન કર્યું હતું.
આ ક્રિકેટ કપમાં વડોદરા વિભાગના વિવિધ વિભાગો તેમજ અધિકારીઓની ટીમો સહિત કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ડીઆરએમ કપ 2026ની ફાઇનલ મેચ તા. 20 જાન્યુઆરીના રોજ માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાશે.


