mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવું જ પડશે, શું હાલ નિયમોમાં કોઈ ફેરફાર નહીં?

Updated: Jun 11th, 2024

ડ્રાઇવિંગ લાયસન્સ માટે  RTO જવું જ પડશે, શું હાલ નિયમોમાં કોઈ ફેરફાર નહીં? 1 - image


Driving License Test: સોશિયલ મીડિયા પર હાલ એવા સમાચારો વહેતા થયા છે કે, 'ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા આરટીઓ જવાની જરૂર નહીં પડે. હવે એજન્સીઓ દ્વારા લાઇસન્સ બનાવી આપવામાં આવશે.' જો કે, આ મામલે આરટીઓના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે 'ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓમાં જવું જરૂરી છે. જેથી અરજદારો જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવે નહીં, ત્યાં સુધી ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું.'

કેવા સમાચારો વહેતા થયા છે?

સોશિયલ મીડિયા પર હાલ એવા સમાચારો વહેતા થયા છે કે, 'પહેલી જૂનથી આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવી પડશે નહીં. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયય બનાવ્યા છે. લાઇસન્સની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને પ્રાદેશિક આરટીઓમાં લાંબી કતારોમાંથી મુક્ત કરવા માટે પહેલી જૂનથી અરજદારોને ખાનગી ડ્રાઈવિંગ તાલીમ કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને લાઇસન્સ મેળવી શકશે.' 

આ મામલે તપાસ કરતા અને ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરીથી મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકાર દ્વારા હાલ કોઈ આરટીઓ નિયમોમાં ફેરફાર બાબતે જાહેરાત કરવામાં આવી નથી. આરટીઓના અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારને આ મામલે કોઈ કેન્દ્ર સરકાર તરફથી માહિતી આપવામાં આવી નથી, જેથી ડ્રાઈવિંગ લાઇસન્સ મળવવાની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં આવેલી 38 આરટીઓ દરરોજ લગભગ 7,500 ઓનલાઇન અરજીઓ પર કાર્યવાહી કરે છે. વાર્ષિક અંદાજે 27 લાખ અરજીઓ છે, જેમાંથી મોટા ભાગના નવા લાઈસન્સ અથવા રિન્યુ માટે હોય છે.

Gujarat