Gujarat

ચાણોદ-દરિયાપુરાના માર્ગ પર કાદવ કીચડ અને ઝાડી ઝાખરાથી વાહન ચાલકો પરેશાન

By GS TEAM
25 Sep 20251 min read
ચાણોદ-દરિયાપુરાના માર્ગ પર કાદવ કીચડ અને ઝાડી ઝાખરાથી વાહન ચાલકો પરેશાન

- ચાણોદ,ભીમપુરા, નંદેરિયા, દરિયાપુરા ગામ વચ્ચે એસ.ટી.બસની સુવિધાનો પણ અભાવ

ચાણોદ : ડભોઇ તાલુકાના ચાણોદથી દરિયાપુરા ગામને જોડતા માર્ગ ઉપર ઝાડી ઝાંખરા અને કાદવ કીચડ થઇ જતાં રસ્તો બિસ્માર બન્યો છે.રસ્તાની આસપાસથી કાંટાળા ઝાડી ઝાંખરા હોવાથી પસાર થતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.જેથી વાહન ચાલકો સફાઇની માગ કરી રહ્યા છે.

ચાણોદથી દરિયાપુરા ગામનો જોડતો રસ્તો બિસ્માર હાલતમાં નંદેરીયાથી દરીયાપુરાના રસ્તા ઉપર ખાડા પડી જવાની સાથે વરસાદી પાણીના કારણે કાદવ કીચનો ભરાવો થતાં વાહન ચાલકો પટકાવવાનો ભય સતાવી રહ્યો છે.

આ રસ્તા પર ચાણોદ,ભીમપુર, નંદેરીયા, દરિયાપુર ર્ગામના રસ્તા પર એકપણ એસ ટી બસ દોડતી નથી.

જેથી બસની સુવિધા વિના ગામના વિદ્યાર્થીઓ,નોકરી ધંધો કરતા લોકો, તબીબી સારવાર માટે ચાણોદ તરફ ડભોઇ જવા પોતાના ખાનગી વાહનો, રિક્ષા અને બાઇક ઉપર બેસી પસાર થવા મજબૂર બન્યા છે. ભીમપુરા ખાતે આનંદમયી આશ્રમ ,ગંગાનાથ મહાદેવ આશ્રમ  પૌરાણિક મહત્વ અને સ્વાતંત્ર્ય ચળવળ સાથે જોડાયેલા છે.નંદેરીયા ,નંદીકેશ્વર ઉપજ્યોતિર્લિંગ મહાદેવનું મંદિર આવેલું છે.આ માર્ગ પર દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો માટે ધસારો રહે છે.રસ્તાની મરામત કરી ઝાડી ઝાંખરા કામપી સફાઇ કરવા માગ ઉઠી છે.