Gujarat

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ

By GS TEAM
3 Apr 20261 min read
સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ

રોડ નવીનીકરણની ધીમી કામગીરીથી લોકોમાં રોષ

સાયન્સ કોલેજ પાસેના વળાંક પર ખાડાઓને કારણે અને બાઇક ચાલકો પટકાયા

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી 'રિવરફ્રન્ટ પ્રોજેક્ટ' હાલ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નિર્મિત આ માર્ગ પર ઠેર-ઠેર જીવલેણ ખાડાઓ પડી ગયા છે.

ખાસ કરીને સાયન્સ કોલેજ સામેના મુખ્ય વળાંક અને ઢાળ પર જ મસમોટા ખાડા હોવાથી વાહનચાલકો અચાનક બ્રેક મારે ત્યારે પાછળથી આવતા વાહનો અથડાવાની ઘટનાઓ રોજિંદી બની છે. રિવરફ્રન્ટના નવીનીકરણનું કામ કરોડો રૃપિયાના ખર્ચે મંજૂર તો થયું છે, પરંતુ તેની ગતિ અત્યંત ધીમી છે. હાલમાં જ પડેલા આ ખાડાઓને કારણે અનેક વાહન ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને વાહનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જોખમી ખાડાઓ પુરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.