Gujarat

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

By GS TEAM
20 Apr 20261 min read
ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આ અંતર્ગત તાજેતરમાં વાઘોડિયા ચોકડી ખાતે નવી વરસાદી ગટર નાખવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. હવે ગોલ્ડન ચોકડી ખાતે કામ ચાલુ હોવાથી માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો છે.

ગોલ્ડન ચોકડી શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ હોવાથી અહીં માર્ગ બંધ થતાં મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ શોધવાની નોબત આવી હતી.

બીજીતરફ, સમા તળાવ પાસે ઓવરબ્રિજ નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ભારદારી વાહનો દેણા અને ગોલ્ડન ચોકડી થઈનેપસાર થઈ રહ્યા છે. ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી તરફનો માર્ગ બંધ હોવાથી વાહનો ગદા સર્કલથી દેણા ચોકડી તરફના માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. જો કે આ માર્ગ પહેલેથી જ ખખડધજ હાલતમાં છે. ઉપરથી ધૂળની ડમરીઓ ઊડવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.