Get The App

લખતર ગ્રામ પંચાયત નજીક આઇશર રસ્તામાં ખૂંપી જતા વાહન ચાલકો પરેશાન

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
લખતર ગ્રામ પંચાયત નજીક આઇશર રસ્તામાં ખૂંપી જતા વાહન ચાલકો પરેશાન 1 - image

- કડિથી ખાતર ભરેલી આઇશર અનીદ્રા જતી હતી

- શહેરમાં કરોડોના ખર્ચે નાખવામાં આવેલી વાસ્મોની લાઈન અમવારનવાર લીકેજ થતાં લોકોમાં રોષ

લખતર : લખતર શહેરમાં કરોડો રૂપીયાના ખર્ચથી નાખવામાં આવેલ વાસ્મોની પાણી લાઈન  અવાર-નવાર લીકેજ થવાના બનાઓ બનતા હોય છે. તાજેતરમાં લખતર ગ્રામ પંચાયત નજીક છેલ્લા ઘણા સમયથી વાસ્મો યોજનાની નખાયેલી પાણીની લાઈન લીકેજ થતું હોય પાણીનો બગાડ થાય છે તેમજ રોડની આસપાસ કીચડની સમસ્યા કાયમી બની છે. 

પાણી લાઈન લીકેજ હોવાના કારણે જમીન પણ પોચી થઈ જતાં રોડ ઉપર પસાર થતાં નાના મોટા વાહનો અનેકવાર ફસાઈ જવાના બનાઓ બનતા હોય છે. શુક્રવારના રોજ લખતર ગ્રામ પંચાયત નજીક વણા અને બજરંગપુરા રોડ પર કડિથી ખાતર ભરેલી અનીદ્રા તરફ જતી આઈસર ટ્રક ફસાઈ જતાં અનેક વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાણીની પાઈપલાઈનના સમારકામ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ભરવામા આવતા નથી.ત્યારે વાસ્મો દ્વારા તાત્કાલિક વારંવાર થતી આ લીકેજ પાણીની લાઈનને યોગ્ય રીતે રીપેરિંગ કરવામાં આવે તેવી રાહદારીઓ તેમજ વાહન ચાલકોની માગણી છે.