Gujarat

ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો

By GS TEAM
9 Sep 20251 min read
TukuTouch Logo
વડોદરામાં ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા કારચાલકને પિતા પુત્રએ ઘર સુધી આવીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો

Vadodara : વડોદરામાં ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા કારચાલકને પિતા પુત્રએ ઘર સુધી આવીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ન્યુ સમા રોડની શિવમ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ગિરીશભાઈ મુલાણીએ પોલીસને કહ્યું છે કે, તા.7 ની રાત્રે મારા ઘરની બહાર મારા પુત્ર સંદીપને તત્ત્વર્થ ગોલાણી (પૂજ્ય પાર્ક સોસાયટી, શિવમ સોસાયટી ગાર્ડન પાસે,ન્યુ સમા રોડ) મારતો હતો. જેથી હું બચાવવા માટે દોડી જતા મને પણ ગાળો દીધી હતી અને ધમકી આપી ઝપાઝપી કરી હતી. 

આ વખતે તત્વર્થના પિતા અલ્કેશભાઇ પણ આવી ગયા હતા અને ધાક ધમકી આપી હતી. આ દરમિયાન મારો પુત્ર ઘરની અંદર જતા રહેતા તત્વર્થ તેની પાછળ ઘર સુધી ગયો હતો અને દરવાજાને લાત મારી ગાળો દીધી હતી. બંને પિતા પુત્ર એ ઘર સળગાવી દઈશું અને ઘરના કાચ તોડી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

ગીરીશભાઈએ કહ્યું છે કે, મારો પુત્ર કાર લઈને આવતો હતો ત્યારે શિવમ ગાર્ડન પાસે ગાય સાથે  અકસ્માત થતા આ બનાવ બન્યો હતો. જેથી ફતેગંજ પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો છે.