વડોદરા નજીક પોર હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર ફસાયો, પતરા કાપી રેસ્ક્યુ
Vadodara Accident : વડોદરા નજીક પોર હાઇવે ઉપર ગઈ રાતે બે ટ્રક ભટકાતા ફસાયેલા ડ્રાઇવરનું એક કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
પોર હાઈવે ઉપર સતત ટ્રાફિકજામ થવાના બનાવ બની રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે એક ટ્રક ઉભી હતી ત્યારે પાછળથી ધસી આવેલી બીજી ટ્રકના ડ્રાઇવરની સમયસર બ્રેક નહિ વાગતા ટ્રક ધડાકા ભૈર આગળની ટ્રક સાથે ભટકાઈ હતી.
બનાવને પગલે ફસાઈ ગયેલા ડ્રાઇવરને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ ડ્રાઇવરને પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવને પગલે ટ્રાફિક જામ થતા પોલીસ મદદરૂપ થઈ હતી.