Gujarat

વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો જારી, GSFC પાસે ટ્રેલર ખાડામાં ઉતરી જતાં ડ્રાઇવર-ક્લિનરનો બચાવ

By GS TEAM
12 Oct 20251 min read
વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો જારી, GSFC પાસે ટ્રેલર ખાડામાં ઉતરી જતાં ડ્રાઇવર-ક્લિનરનો બચાવ

વડોદરાઃ વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો સતત બનતા હોય છે.જે દરમિયાન આજે છાણી નજીક એક ટ્રેલર ખાડામાં ઉતરી ગયું હતું.

જીએસએફસી પાસેથી પસાર થતાં ટ્રેલરના ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો હતો.ત્યારબાદ અચાનક ટ્રેલર ધડાકા સાથે ખાડામાં ઉતરી ગયું હતું.

સદ્નસીબે આ વખતે કોઇ વાહન પસાર થતું નહિ હોવાથી દુર્ઘટના થતાં રહી ગઇ હતી અને ડ્રાઇવર અને ક્લિનરનો પણ બચાવ થયો હતો.બનાવના સ્થળે લોકોના ટોળાં જામ્યાં હતા અને ક્રેનની મદદ વડે ટ્રેલરને બહાર કાઢવામાં આવ્યું હતું.