Gujarat

વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ, ટ્રાફિક જામ

By GS TEAM
26 Sep 20251 min read
TukuTouch Logo
વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર આજે સવારે કારમાં આગ લાગવાનો બનાવ બનતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ, ટ્રાફિક જામ

Vadodara Car Fire : વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર આજે સવારે કારમાં આગ લાગવાનો બનાવ બનતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

સતત અવરજવરથી ધમધમતા લાલબાગ બ્રિજ ઉપરથી પસાર થતી એક કારમાંથી ધુમાડા નીકળતાં ચાલકે કાર એક બાજુએ ઉભી રાખી હતી અને ઝડપભેર નીચે ઉતરી ગયો હતો. આ સાથે જ ભડભડ કરતી આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. 

બનાવને પગલે લાલબાગ બ્રિજની બંને બાજુએ ટ્રાફિકજામ થઈ જતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક પૂર્વત કરવા માટે વડોદરા પોલીસની ટીમો દોડી આવી હતી.