Gujarat

વડોદરા ટ્રાફિક પોલીસે કબજે કરેલો ટેમ્પો દંડ ભર્યા વગર જ ડ્રાઇવર લઇ ભાગી ગયો

By GS TEAM
21 Jun 20251 min read
વડોદરા ટ્રાફિક પોલીસે કબજે કરેલો ટેમ્પો દંડ ભર્યા વગર જ ડ્રાઇવર લઇ ભાગી ગયો

વડોદરાઃ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભારદારી વાહનો સામે ડ્રાઇવ કરવામાં આવી હતી અને તે અંતર્ગત અનેક મોટા વાહનો કબજે કરી સયાજીગંજ ખાતે ટોઇંગ સ્ટેશન નજીક મૂકવામાં આવ્યા હતા.

આ પૈકી કોલ્હાપુરના શ્રીકાંત લક્ષ્મણભાઇ ખાંડેકર પાસે પણ પોલીસે આઇશર ટેમ્પો કબજે કરી તેને દંડની પાવતી આપી હતી.પોલીસે ટેમ્પાની ચાવી પોતાની પાસે રાખી ટોઇંગ સ્ટેશનની પાસે રોડ પર ટેમ્પો પાર્ક કર્યો હતો.જે દરમિયાન ગઇ મધરાતે ટેમ્પો અદ્શ્ય થતાં પોલીસે સીસીટીવી તપાસ્યા હતા.જેમાં શ્રીકાંત ખાંડેકર બીજી ચાવી વડે ટેમ્પો લઇને જતો દેખાતાં તેની સામે ફરિયાદ નોંધાવી છે.