Gujarat
મોડીરાત્રે લગ્નમાંથી પરત આવતા અકસ્માતમાં કારચાલકનું મોત
By GS TEAM
12 Dec 20251 min read

પોર.પોરથી કાયાવરોહણ જવાના માર્ગ પર અણખી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
હાલ પોર બળિયાદેવ મંદિર પાસે રહેતા યોગેશ અરવિંદભાઈ તડવી પોર જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે. ગઇકાલે સાંજ ેતે કાર લઈ સાધલી પાસે આવેલા ટિમ્બરવા ગામે રહેતા પોતાના મિત્ર પંકજ કાનજીભાઇ પરમારના પરિવારનો સભ્યોને લઇને વડોદરા કિશનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગયો હતો. લગ્ન પ્રસંગ પૂરો થયા પછી યોગેશ તેઓને ઘરે મૂકી પોર પરત આવી રહ્યો હતો. તે દરમિયાન અણખી ગામ નજીક સામેથી આવતી ટ્રક સાથે કાર અથડાતા કાર ચાલક યોગેશભાઇનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કરજણ ફાયર વિભાગે ભારે જહેમત બાદ કારનું પતરું કાપી યોગેશની લાશને બહાર કાઢી હતી.








