Gujarat

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર શાકભાજી ભરેલું વાહન પલટી ખાઈ જતાં તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ

By GS TEAM
8 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર રાજકોટ ધોરી માર્ગ ગઈકાલે વધુ એક વખત રક્તરંજીત બન્યા છે. એક કેરી વાહન તેના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી ગયું હતું. જે અકસ્માતમાં વાહનના ચાલક ભાવનગર પંથકના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર શાકભાજી ભરેલું વાહન પલટી ખાઈ જતાં તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ

Jamnagar Accident : જામનગર રાજકોટ ધોરી માર્ગ ગઈકાલે વધુ એક વખત રક્તરંજીત બન્યા છે. એક કેરી વાહન તેના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી ગયું હતું. જે અકસ્માતમાં વાહનના ચાલક ભાવનગર પંથકના એક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. પોલીસ વધુ તપાસ ચલાવે છે.

પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, નરેશભાઈ ચુડાસમા (રહેવાસી ત્રાંબક, ભાવનગર) પોતાના કેરી વાહનમાં શાકભાજી ભરી જઈ રહ્યા હતા. ત્યારે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતાં રોડ સાઇડના નાળામાં પલટી મારી દીધી હતી. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.