Get The App

ચકલાસી પાસે એક્સપ્રેસ-વે પર ટ્રક પાછળ ટ્રેલર ઘૂસી જતા ચાલકનું મોત

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
ચકલાસી પાસે એક્સપ્રેસ-વે પર ટ્રક પાછળ ટ્રેલર ઘૂસી જતા ચાલકનું મોત 1 - image


- અમદાવાદ- વડોદરા હાઈવે પર અકસ્માત

- પાવડર ભરેલી ટ્રક પૂરઝડપે જતી હતી : ટ્રેલરની કેબિનમાં દબાઈ જવાથી ચાલકનું મૃત્યું

નડિયાદ : ચકલાસી પાસે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર આગળ જતી ટ્રકમાં ઘૂસી ગયું હતું. અકસ્માતમાં ટ્રેલર ચાલકનું કેબિનમાં દબાઈ જવાથી મોત થયું હતું. 

ચકલાસી નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર ગઈકાલે રાતના પાવડર ભરેલી ટ્રક પુરઝડપે પસાર થતી હતી. ત્યારે એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર પાછળથી પુરપાટ આવતા ટેલર ટ્રકની પાછળ ધડાકા ભેર ઘૂસી ગયું હતું. અકસ્માતમાં કેબિનમાં દબાઈ જવાથી ગંભીર ઇજાઓ પહોંચતા ટ્રેલર ચાલક ઓમારામ દેરાજરામ જાખડ (રહે બાડમેર, રાજસ્થાન)નુ ઘટના સ્થળે જ મોત થયું હતું. ચકલાસી પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Tags :