Gujarat
હાઇવે પર ઊભેલા વાહનમાં ટેમ્પો ઘુસી જતા ડ્રાઇવરનું મોત
By GS TEAM
16 May 20261 min read

વડોદરા,મોડીરાત્રે ભારતમાલા હાઇવે પર સોનારકૂઇ ગામ નજીક આગળ ઊભેલા ટેમ્પામાં પાછળથી આવતો ટેમ્પો ધડાકાભેર અથડાતા ડ્રાઇવરનું મોત થયું છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ભીલોડીયા પ્લોટમાં રહેતા સુફિયાન હુસેનભાઇ હઠિલા, ઉં.વ.૩૪ ગઇકાલે રાત્રે ટેમ્પો લઇને ભારતમાલા હાઇવે પરથી આવી રહ્યા હતા. તે દરમિયાન સોનારકૂઇ ગામ પાસે હાઇવે પર આગળ ઊભેલા ટેમ્પામાં તેઓ ધડાકાભેર અથડાતા ગંભીર ઇજા થતા મોત થયું છે.જે અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ટેમ્પાના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, તેની ગાડીના ટાયરમાં અવાજ આવતો હોઇ તે ચેક કરવા માટે હાઇવેની સાઇડ પર ટેમ્પો ઊભો રાખીને ચેક કરતો હતો. તે દરમિયાન અકસ્માત થયો હતો.








