કલોલના દંતાલી પાસે કેનાલમાં સ્કોપિયો ખાબકતા ચાલકનું મોત
સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
અમદાવાદના લપકામણ ગામના શખ્સની કાર કેનાલમાં પડતા જેસીબીથી બહાર કઢાઈ
કલોલ : કલોલ તાલુકાના દંતાલી ગામે આજે મોડી સાંજે અમદાવાદ જિલ્લાના લપકામણ શખ્સે કાર ઉપરથી કાબૂ ગુમાવતા કેનાલમાં ખાબકી હતી. જેના પગલે આસપાસના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરતા જેસીબીની મદદથી કારને કેનાલમાંથી કાઢવામાં આવી હતી. ચાલકનું મોત થયું હતું. આ મામલે લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી હતી.
કલોલ તાલુકાના દંતાલી ગામે કેનાલમાં સ્કોપયો કાર કેનાલમાં
ખાબકી હતી. ઘાટલોડીયાના લપકામણ ગામમાં રહેતા રણજીતસિંહ સંગ્રામસિંહ ઠાકોર (ઉં.વ.
૫૨) પોતાની કાર લઈને દંતાલી કેનાલ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે તેઓએ કાર
ઉપરનો કાબુ ગુમાવ્યો હતો તેના પગલે કાર કેનાલમાં ખાબકી હતી. આ દ્રશ્ય જોઈને અહીંથી
પસાર થતા લોકો તેમ જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારચાલકને બચાવવા માટે
દોડધામ કરી મૂકી હતી પણ તેઓ કારગત નિવડયા ન હોતા જેથી પોલીસને જાણ કરવામાં આવતા
પોલીસ દોડી આવી હતી અને કારને બહાર કાઢવા માટે જીસીબીને બોલાવી લેવામાં આવ્યું
હતું. જેસીબીની મદદ થી કારને બહાર કાઢવામાં આવી હતી. જેમાં કારચાલકનું મોત
નિપજ્યું હતું. કારચાલકની લાશને પીએમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે
જરૃરી તપાસ હાથ ધરી છે.