Jamnagar Accident : જામનગર જિલ્લામાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે, અને વધુ એક વ્યક્તિએ વાહન અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ધ્રોલ ટાઉનમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો બકાભાઇ પુનાભાઈ ટોયેટા નામનો 32 વર્ષનો યુવાન ગઈકાલે સાંજે પોતાના જી.જે. 10 ડી.એન. 6891નંબરની ઇકો કાર લઈને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ધ્રોળ નજીક અકસ્માતે તેની ઇકો કાર પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાં યુવકને શરીરે હેમરેજ સહિતની નાની મોટી ઇજાઓ થઈ હતી, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના સંબંધી લીંબાભાઇ કડવાભાઈ ટોયટાએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


