Get The App

થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
થાનના મોરથાળા ગામમાં કાર્બોસેલની ખાણમાં ડમ્પર ખાબકતા ચાલકનું મોત 1 - image

મૃતક ડમ્પર ચાલક રાજસ્થાનનો વતની હતો

સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાયટર ટીમે ત્રણ કલાકની જહેમત બાદ ડમ્પર ચાલકના મૃતદેહને બહાર  કાઢયા

સુરેન્દ્રનગરથાન તાલુકાના મોરથળા ગામની સીમમાં કાલર્બોસેલની ખાણમાં રવિવારે મોડી રાત્રે એક વ્યક્તિ ડમ્પર સાથે ખાબક્યો હતો. જેની જાણ સ્થાનિકો સહિતના તંત્રને થતા ઘટના સ્થળે પહોંચી ખાણમાંથી ડમ્પરને બહાર કાઢી લીધું હતું. પરંતુ ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરવા છતાં કોઈ જ પતો લાગ્યો નહોતો.

સુરેન્દ્રનગર મનપા તંત્રની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ટીમ થાન તાલુકાના મોરથળા ગામે આવી પહોંચી હતી અને અંદાજે ત્રણ કલાકની જહેમત બાદ ખાણમાંથી ચાલકની લાશને બહાર કાઢી હતી. જેની પાસેથી મળી આવેલ આધાર કાર્ડના આધારે મૃતકનું નામ રાકેશ ખરાડી (રહે. રાજસ્થાન) હોવાનું બહાર આવ્યું હતું. જે અંગેની જાણ સ્થાનિક પોલીસ અને તંત્રને કરી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ડમ્પર ચાલક કોનુ ડમ્પર ચલાવતો હતો ? કાર્બોેસેલની ખાણ કોની હતી અને ડમ્પર ચાલક કેવી રીતે ડૂબ્યો સહિતની બાબતો અંગે તપાસ બાદ જ સાચી વિગતો બહાર આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના થાન, ચોટીલા, મુળી પંથકમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન સમયે અવારનવાર દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે.