Get The App

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ 1 - image

Jamnagar Accident : જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા વશરામભાઈ દેવાભાઈ જાટીયા નામના 59 વર્ષના આધેડ, કે જે ગત 31મી તારીખે પોતાનું બાઈક લઈને નાની લાખાણી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

 જે દરમિયાન ગોળાઈમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર હાર્દિક વશરામભાઈ એ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.