Gujarat

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ

By GS TEAM
13 Feb 20261 min read
TukuTouch Logo
ગોળાઈમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ

Jamnagar Accident : જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા વશરામભાઈ દેવાભાઈ જાટીયા નામના 59 વર્ષના આધેડ, કે જે ગત 31મી તારીખે પોતાનું બાઈક લઈને નાની લાખાણી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

 જે દરમિયાન ગોળાઈમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર હાર્દિક વશરામભાઈ એ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.