Gujarat

જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા

By GS TEAM
2 Apr 20261 min read
જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા

નેશનલ હાઇવે નંબર ૪૮ પર જામ્બુવા બ્રિજ પાસેથી પોલીસે ક્રૂરતા પૂર્વક બાંધેલા ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડી પશુ ભરાવનારને ફરાર જાહેર કર્યો છે.

કપુરાઇ પોલીસ ટીમને ગઈકાલે રાત્રે કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર ૪૮ પર જામ્બુવા બ્રિજ પાસે સુરત તરફના માર્ગ પર ૧૫ પશુઓ ભરેલી ટ્રક ૧૧૨ પોલીસની ટીમે ઝડપી છે. જેના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટ્રક ચાલક ઇમરાનખાન કેસરખાન બલોચ (રહે ખેરાલુ, મહેસાણા), ક્લીનર હૈદરખાન ભાઈખા બલોચ (રહે- પાલનપુર, બનાસકાંઠા)ની પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ અટકાયત કરી રૂા. ૩ લાખની કિંમતના ૧૫ પશુઓ તથા ટ્રક મળી કુલ રૂા. ૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ આ પશુઓ ગુલામનબી રસુલ (રહે- અંકલેશ્વર) એટૂંકમાં ભરાવી આપી મોકલ્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેને ફરાર જાહેર કરી પશુઓને દરજીપુરા પાંજરાપોળ ખાતે ખસેડયા હતા.