Get The App

બોચાસણ ટોલનાકા પાસે ટેન્કરમાંથી 20.21 લાખનો દારૂ સાથે ચાલક પકડાયો

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
બોચાસણ ટોલનાકા પાસે ટેન્કરમાંથી 20.21 લાખનો દારૂ સાથે ચાલક પકડાયો 1 - image

- હરિયાણાના કોટલાથી દારૂ ભર્યાની ચાલકની કબૂલાત 

- વિદેશી દારૂની 6480 બોટલ, ટેન્કર સહિત 30.31 લાખનો મુદ્દામાલ જપ્ત : બે શખ્સો સામે ફરિયાદ 

આણંદ : આણંદ એલસીબી પોલીસે વાસદ તારાપુર હાઇવે માર્ગ ઉપર આવેલા બોચાસણ ટોલનાકા નજીક વોચ ગોઠવીને વિદેશી દારૂની ૧૩૫ નંગ પેટીઓ ભરેલા એક ટેન્કર સાથે ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે રૂપિયા ૨૦ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ કુલ બે શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. 

  એલસીબીની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાસદ તરફથી કાઠીયાવાડ તરફ એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી જનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ બોચાસણ ટોલનાકા નજીક તારાપુર તરફ જવાના રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમી મુજબનું ટેન્કર આવતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટેન્કરના ચાલકના નામ ઠામ અંગે પૂછતા તે અજરૂદ્દીન સુલેમાન સુમેરખા ખાન (રહે હરિયાણા)હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેન્કરમાં તપાસ કરતાં અલગ અલગ ખાનામાંથી ૨૦.૨૧ લાખની કિંમતનો વિદેશી દારૂની કુલ ૧૩૫ પેટીઓ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂની ૬૪૮૦ બોટલ, ટેન્કર સહિત ૩૦.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

ટેન્કર ચાલકની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હરિયાણાના કોટલા ખાતે રહેતા શાહીદે ભરી આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે વિદેશી દારૂ સાથે પકડાયેલા ટેન્કર ચાલકને બોરસદ ગ્રામ્ય પોલીસના હવાલે કરતા બોરસદ ગ્રામ્ય પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.