Gujarat

દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો

By GS TEAM
7 Apr 20261 min read
TukuTouch Logo
આગામી ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે દરમિયાન ગઈકાલે રાત્રે એક કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો

Vadodara : આગામી ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે દરમિયાન ગઈકાલે રાત્રે એક કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. 

ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચૂંટણી પર તેની અસર ન થાય તે હેતુથી શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવી રહી છે. જે દરમિયાન અકોટા પોલીસ જેતલપુર રોડ ઉપર વાહન તપાસી રહી હતી ત્યારે એક કારચાલક શંકાસ્પદ હાલતમાં નજરે પડતા તેને આતરવામાં આવ્યો હતો. 

પોલીસની પૂછપરછ દરમિયાન કારચાલકનું નામ જીગ્નેશ નટવરસિંહ ઠાકોર (નંદિશ કોમ્પ્લેક્સ, ન્યુક્લિયર પાર્ક પાસે, ગોત્રી) હોવાનું ખુલ્યું હતું. જ્યારે કારની અંદરથી રૂ.69,000 ની કિંમતની 18 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા બાબતે પૂછપરછ આરોપીએ ગલ્લાતલ્લા કરવા માટે હતા. જેથી તેની ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ કરવામાં આવનાર છે.