4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો
- વિરમગામ નળસરોવર રોડ ઉપર
- એક શખ્સ ફરાર : રૂા. 12.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસની કાર્યવાહી
વિરમગામ : વિરમગામ નળસરોવર રોડ ઉપર ઝેઝરા તરફ જવાના એપ્રોચ રોડ ઉપરથી ૪૮૮ લાખના દારૂ સાથે જડિયા ગામનો કાર ચાલક ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો આરોપી ફરાર થવામાં સફળ થયો હતો. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દારૂ, કાર મોબાઈલ સાથે રૂપિયા ૧૨.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સચાણા નળસરોવર ઉપરથી એક ગાડીમાં વિદેશી ભરીને નીકળવાની હતી. પોલીસે ઝેઝરા એપ્રોચરોડ ઉપર વોચ ગોઠવી કારને ઇશારાથી રોકી તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ ૭૪૪ જેની કિંમત ૪,૮૮,૭૪૦ ગાડીની કિંમત રૂપિયા ૮ લાખ મોબાઈલ ફોન ૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૨,૯૩,૭૪૦ના મુદ્દામાલ સાથે કાર ચાલક અશોક હમીરભાઈ પટેલ રહે. જાડિયા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠાવાળાને ઝડપી પાડયો હતો. જ્યારે બીજો આરોપી ડ્રાઇવરની બાજુમાં બેઠેલ સતરાભાઈ પીરાભાઈ રબારી રહે. ધરનોધર તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠાવાળો પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે ભાગી ગયેલા આરોપી દારૂ બીયર નો જથ્થો મંગાવનાર ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.