Gujarat

સુભાષનગર નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

By GS TEAM
29 Jun 20251 min read
સુભાષનગર નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

- ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો દરોડો

- પોલીસે દારૂ અને ફોર વ્હીલ કાર મળી કુલ રૂ. 3.58 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : શહેરના શિવાજી સર્કલથી સુભાષનગર જવાના રસ્તે ત્રિલોચન સોસાયટીના ખુણા પાસેથી એલસીબીએ દારૂ ભરેલી કાર સાથે ચાલકને દબોચી લઈ રૂ.૩.૫૮ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

ભાવનગર એલસીબીનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે,શહેરના ઘોઘારોડ ૧૪નાળા મફતનગરમાં રહેતો હાદક દુલાભાઇ ગોહિલ તેની કાર નં.જીજે.૨૭.સી.૫૪૧૫માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી શિવાજી સર્કલથી સુભાષનગર જવાના રસ્તે ત્રિલોચન સોસાયટીના ખુણે જાહેર રોડ ઉપર ઉભો છે. પોલીસે દરોડો પાડી કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૩૧૨ બોટલ રૂ.૨,૫૮,૩૩૬ અને કાર મળી કુલ રૂ.૩,૫૮,૩૩૬ના મુદ્દામાલ સાથે ચાલક હાર્દિકને ઝડપી લીધો હતો. અને તેના વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.