Get The App

કુંભારવાડા સર્કલ પાસેથી દારૂ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝબ્બે

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
કુંભારવાડા સર્કલ પાસેથી દારૂ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝબ્બે 1 - image


- પોલીસ ચોકી સામેથી રિક્ષાચાલકને નિકળવું ભારે પડયું 

- પોલીસે વિદેશી દારૂ, રિક્ષા અને મોબાઈલ મળી 3.73 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : શહેરના કુંભારવાડા સર્કલ પાસે આવેલી પોલીસ ચોકી સામેથી પસાર થતી રિક્ષાને અટકાવી બોરતળાવ પોલીસે રૂા. ૨.૫૩ લાખનો વિદેશી દારૂ સાથે મોતીતળાવમાં રહેતાં ચાલકને ઝડપી પાડયો હતો. 

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરની બોરતળાવ પોલીસ ગત રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કુંભારવાડા સર્કલ, પોલીસ ચોકી સામેથી પસાર થઈ રહેલી રિક્ષા નં. જીજે.૦૪.એયુ.૫૯૭૧માં શંકાસ્પદ વસ્તુની હેરફેર થતી હોવાની શંકાને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન ા ડ્રાઈવરની સીટ નીચેથી તેમજ પેસેન્જર સીટની પાછળના ભાગે  પ્લાસ્ટિકના કોથળામાં રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૬૫૯ બોટલ, કિં. રૂ. ૨,૫૩,૮૩૬ મળી આવી હતી.બોરતળાવ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, રિક્ષા તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ.૩,૭૩,૮૩૬ના મુદ્દામાલ સાથે ચાલક ઇકબાલ બાબુભાઈ દલ ( રહે.મોતીતળાવ,શેરી નં.૦૬,ભાવનગર)ની ધરપકડ કરી તેની વિરૂદ્ધ પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ  કરાવ્યો હતો. 

Tags :