કરજણ હાઇવે પરથી 43 લાખ કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રેલર કન્ટેનર ઝડપાયુ : કુલ 53.11 લાખનો મુદ્દામાલ જપ્ત
Vadodara Liquor Smuggling : વડોદરા જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ વડોદરા ટ્રેક પરના ભરથાણા ટોલનાકા પાસે ઉભેલા એક ટ્રેલર કન્ટેનરને જિલ્લા એલસીબીના સ્ટાફ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું. ટ્રેલરના ચાલક શિવકુમાર રામઆશય યાદવ રહે શ્રીરામનગર, પાલદા, ઈન્દોર, મધ્યપ્રદેશ પાસે કન્ટેનરમાં સામાન અંગે કાગળો માંગતા તેણે કન્ટેનરમાં યુરિયા ભર્યું હોવાના બિલો અને બિલ્ટી રજૂ કર્યા હતા.
પોલીસે બાદમાં કન્ટેનરમાં તપાસ હાથ ધરી ત્યારે અંદર રૂપિયા 43 લાખ કિંમતની 9,031 દારૂની બોટલો મળી હતી. પ્રોહીબિશન અંગે કોઈ પુરાવા તેઓ રજૂ કરી નહીં શકતા પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર કન્ટેનર, એક મોબાઇલ, રોકડ અને જીપીએસ સિસ્ટમ મળી 53.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે સંતોષ મલિક નામના શખ્સે દારૂ ભરેલ ટ્રેલર આપ્યું હતું.