બોલેરોમાં અબોલ પશુને ક્રૂરતા પૂર્વક બાંધી નીકળેલ ચાલકની ધરપકડ
હળવદના
કેદારીયા ગામના પાટીયા પાસે
ગૌરક્ષકે
ગાડીમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક બાંધેલા ચાર અબોલ પશુને
બચાવ્યા
હળવદ
- કેદારીયા ગામ પાસેથી બોલેરોમાં ચાર અબોલ જીવને ક્રતા પૂર્વક બાંધી ઘાસચારો કે
પાણીની વ્યવસ્થા રાખ્યા વિના હેરાફેરી કરનાર કચ્છના આરોપી યુવકને ઝડપી લઈને પોલીસે
આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ
ગૌરક્ષક ટીમના જયપાલદાન કીતદાન ગઢવી તા.૨૫મી મેના રોજ વહેલી સવારે ૪ વાગ્યે હળવદ
તાલુકાના કેદારીયા ગામના પાટીયા પાસેથી બોલેરો ગાડીમાં અબોલ જીવોને લઈને જતા
અટકાવી ચેક કરતા તેમાંથી બે ભેંસ તથા બે ભેંસના નાના પાડા મળી ચારેયના મોઢા
બાંધેલા તેમજ એકદમ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી ચારેયને બાંધેલા હતા. તેમજ પશુ
માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા પણ ન હોય તે રીતે મળી આવ્યા હતા, ત્યારે બોલેરો ચાલકને
અબોલ પશુને લઈ જવા અંગેના આધાર પુરાવા કે પાસ પરમીટ માંગતા તેના પાસે ન હોવાનું
કહેતા, તુરંત પશુ ભરેલ બોલેરો હળવદ પોલીસ મથકે લાવેલ હતા,
હાલ હળવદ પોલીસે બોલેરો ચાલક આરોપી જુમાભાઈ આમદભાઈ જત ઉવ.૨૫ રહે.
રાવરેશ્વર તા.લખપત જી.કચ્છ(ભુજ) વિરુદ્ધ હળવદ ફરિયાદ નોંધાવી છે.