કપડવંજના આંત્રોલી તાબે ચારણિયા ગામમાં 15 દિવસથી પીવાનું પાણી બંધ
- ગ્રામજનોનો પીવાના પાણી માટે રઝળપાટ
- પાણી પુરવઠા વિભાગના 3 હેન્ડ પમ્પ પણ વર્ષોથી બંધ હાલતમાં હોવાથી પરેશાની
કપડવંજ : કપડવંજ તાલુકાના આંત્રોલી ગ્રામ પંચાયતના ચારણિયા ગામમાં ૧૫ દિવસથી પીવાના પાણીની સમસ્યાના લીધે ગ્રામજનો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. ગામમાં ત્રણ પમ્પ પણ વર્ષોથી બંધ છે. ત્યારે સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી ઉઠી છે.
કપડવંજના આંત્રોલી ગ્રામ પંચાયતમાં આવતા ચારણીયા ગામમાં છેલ્લા પંદર દિવસથી બોરમાં શબમશબલ મોટર કોલમ ફસાઈ જવાથી સમારકામ ચાલુ છે. જેના પરિણામે ગ્રામજનો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. ગામમાં મોટા ભાગના ગ્રામજનો પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી પાલતું પ્રાણીઓ માટે પણ પાણીના પુરવઠાની મોટી સમસ્યા સર્જાઈ છે.
પાણી પુરવઠા તાંત્રિક વિભાગના ત્રણેય હેન્ડ પમ્પ ઘણા વર્ષોથી બંધ હાલતમાં હોવાથી તેમની વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ ઝીણવટભરી તપાસ થાય તેમજ સત્વરે પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગણી છે. ગ્રામજનોની માંગણી છે.