Get The App

વડોદરાના ગોત્રીમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી ત્રણ વાહનોને અડફેટમાં લેનાર બે યુવકોને ટોળાએ મેથીપાક ચખાડ્યો

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના ગોત્રીમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી ત્રણ વાહનોને અડફેટમાં લેનાર બે યુવકોને ટોળાએ મેથીપાક ચખાડ્યો 1 - image


Vadodara Drink and Drive : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે સવારે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કિસ્સો બનતા રોસે ભરાયેલા ટોળાએ કારચાલક તેમજ અન્ય એક યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા. 

બનાવની પ્રાથમિક માહિતી મુજબ ગોત્રી વીમા દવાખાના તરફના રોડ પર એસબીઆઇ બેન્ક પાસેથી પસાર થતા કાર ચાલકે એક સ્કૂટર સવાર યુવતી અને યુવકને ટક્કર મારતા બંને ફંગોળાયા હતા. ત્યારબાદ લોકોએ ભાગી રહેલા કારચાલકને ઝડપી પાડ્યો હતો. 

કારની ટક્કર એટલી જોરદાર હતી કે આગળનો ભાગ પણ તૂટી ગયો હતો જ્યારે સ્કૂટરને પણ ખાસ્સું એવું નુકસાન થયું હતું. ટોળાએ કારમાંથી એક યુવકને ઝડપી પાડતા બિયરના ટીન પણ મળી આવ્યા હતા. કારચાલક યુવકની સાથે અન્ય એક યુવકને પણ લોકોએ પકડ્યો હતો.

તપાસ દરમિયાન કારચાલકે ત્યારે પહેલા ટેમ્પો અને રિક્ષાને પણ ટક્કર મારી હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી લોકોએ મેથીબાગ ચખાડી પોલીસને હવાલે કર્યા હતા.

Tags :