Get The App

સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ ફેરફાર

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ ફેરફાર 1 - image


Surat Corporation : સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં અચાનક થયેલા ધરખમ ફેરફાર સુરત પાલિકામાં ચર્ચાનું કારણ બન્યો છે. આરોગ્ય વિભાગમાં તળિયા ઝાટક બદલી માટે સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગની લાલીયાવાડી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો હજારો ટન એકત્રિત કચરો ચોપડે ડિસ્પોઝ થતો હોવાની ફરિયાદ છે. ઉપરાંત ગાર્બેજ કલેકશન મલાઇદાર કોન્ટ્રાકટની સોંપ્યા બાદ નબળી કામગીરી માટે કોન્ટ્રાક્ટર-અધિકારીની મીલી ભગતની ફરિયાદ બહાર આવી છે 

સ્વચ્છ ભારત મિશનના આસિ. નોડલ ઓફિસર ડો.સ્વપનિલ પટેલની બે દિવસ પૂર્વે ડોક્યુમેન્ટેશનની કામગીરી કરનાર એજન્સીના ટેન્ડર મંજૂરીની ફાઇલમાં થયેલ વિલંબ બદલ શિક્ષાત્મક કાર્યવાહીરૂપે સ્મીમેર હોસ્પિટલના પીએમ વિભાગમાં બદલી આવી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની કામગીરી સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. 

સુરત પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના મલાઇદાર કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ઈજારદારો ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. પરંતુ સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ આ ઈજારદારો સાથે સાંઠગાંઠ ધરાવતા હોય કોઈ કામગીરી કરતા નથી. આવી ફરિયાદ મ્યુનિ. કમિશનરને પુરાવા સાથે કરવામાં આવી છે અને તેની તપાસ થઈ રહી છે. 

એન્વાયરમેન્ટ ઇજનેર તરીકે સોલીડ વેસ્ટ પ્રોસેસીંગનો છ-સાત મહિના પૂર્વે સુધી સ્વતંત્ર કાર્યભાર સંભાળનારા જ્વલંત નાયકને ગત સપ્તાહે શાસકોએ અને પાલિકા કમિશનર દ્વારા ઝાટકણી કાઢવામાં આવી હતી. ઇજારદારો સાથેની મિલીભગતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન હજારો ટન કચરો ડિસ્પોઝલ સાઇટ પર પહોîચવાને બદલે ખાનગી સાઇટો પર પહોંચી જવાના તથા ખજોદ ખાતેની ડિસ્પોઝલ સાઇટ પર ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો હજારો ટન એકત્રિત કચરો ચોપડે ડિસ્પોઝ થતો હોવાનું પણ કહેવાય રહ્યું છે. 

આ અંગેના પુરાવા સાથે ફરિયાદ થઈ હોવાથી સોલીડ વેસ્ટ પ્રોસેસીંગ કારભાર ધરાવતા જવલન નાયક પર ગમે ત્યારે કાર્યવાહી થઇ શકે તે નક્કી હતું દરમિયાન ગઈકાલે જ્વલંત નાયક ની બદલી સરથાણા વોટર વકર્સ ખાતે કરી અને તેમની જગ્યાએ  ડ્રેનેજ વિભાગમાં કામગીરી બજાવનાર ડેપ્યુટી ઈજનેર શરદ કાકલોતરને સોલીડ વેસ્ટ પ્રોસેસીંગ સહિત જવલત નાયકના તાબા હેઠળની તમામ કામગીરી સોપવામાં આવી છે.

Tags :