Get The App

કેન્દ્રિય અધિકારી પાસે 25લાખ પડાવનાર કથિત યુનાની ડોક્ટર વારસી બીજાનું સિમકાર્ડ વાપરે છેઃ બંને સાગરીત જેલમાં

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
કેન્દ્રિય અધિકારી પાસે 25લાખ પડાવનાર કથિત યુનાની ડોક્ટર વારસી બીજાનું સિમકાર્ડ વાપરે છેઃ બંને સાગરીત જેલમાં 1 - image

 વડોદરાઃ યુનાની સારવારના નામે રૃપિયા પડાવી લેવાના બહાર આવેલા ષડયંત્રમાં સમા પોલીસે રાજસ્થાનના કથિત ડોક્ટર વારસીની તપાસ શરૃ કરતાં તે બીજાના નામે સિમકાર્ડનો ઉપયોગ કરતો હોવાની વિગતો ખૂલી છે.

સમા સાવલી રોડ પર રહેતા કેન્દ્ર સરકાર હસ્તકની પાવર ગ્રીડ નિકેતન કંપનીના ચીફ મેનેજરને સ્કીનની સારવારના નામે ફસાવી યુનાની ડોક્ટર વારસીએ રૃ.૨૫ લાખ થી વધુ રકમ પડાવી લીધી હતી.પરંતુ તેમને કોઇ ફેર નહિ પડતાં અને વારસીએ દવા મંગાવશો તો મોકલી આપીશ તેમ કહી હાથ ઉંચા કરી દેતાં અધિકારીએ સમા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદને આધારે સમાના પીઆઇ મનિષ રાઠોડે રાજસ્થાનથી વારસીના કહેવાથી દવાની ડિલિવરી આપી રૃપિયા ઊઘરાવી જતા સાબીર મોહંમદ ફરીદ હુસેન(લાડપુરા, કોટા, રાજસ્થાન)અને આસિફ હનિફભાઇ શેખ(નવા ખેડા,કોટા,રાજસ્થાન મૂળ પાલી)ને ઝડપી પાડયા હતા.

બંનેના રિમાન્ડ પુરા થતાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.હવે વારસી મળે ત્યારપછી જ પોલીસને ભોગ બનેલાઓની વધુ વિગતો જાણવા મળશે.

Tags :