Get The App

ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો, વિકાસ સહાય થયા નિવૃત્ત

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો, વિકાસ સહાય થયા નિવૃત્ત 1 - image


In Charge DGP of Gujarat: ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં આજે(31 ડિસેમ્બર) તેઓ નિવૃત્ત થયા છે. ત્યારે ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના DGP  તરીકે વધારાનો હવાલો સોંપાયો છે. હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે.

ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે તેમજ નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે ત્યારે તેમણે ગુજરાત રાજ્યના DGP(વધારાનો હવાલો) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ડૉ. કે.એલ.એન.રાવ (ડૉ. કે લક્ષ્મી નારાયણ રાવ, IPS)

  • જન્મ: 26 ઓકટોબર,1967
  • અભ્યાસ: M.Sc, Ph. D
  • વતન: ટીની, તેલંગાણા
  • બેચ:1992
  • હાલનું પોસ્ટિંગ: CID ક્રાઈમના વડા
  • નવી જવાબદારી: ગુજરાત DGP(વધારાનો હવાલો)
  • નિવૃત્તિ: ઓકટોબર, 2027

આ ઉપરાંત ડૉ. કે.એલ.એન.રાવે ખેડા, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ફરજ બજાવી હતી.  રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે ઘણા સમય સુધી ગુજરાતની અનેક જેલોના વડા તરીકે પણ ફરજ નિભાવી છે. 

વધારાનો હવાલો સંભાળશે

આદેશમાં જણાવાયું છે કે ડૉ. રાવ 'આગામી આદેશો સુધી તેમની હાલની ફરજો ઉપરાંત' ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ચીફ પોલીસ ઓફિસરની વધારાની જવાબદારી સંભાળશે. આ જાહેરનામું ગુજરાતના રાજ્યપાલના નામે બહાર પાડવામાં આવ્યું તેમજ તેના પર નાયબ સચિવ (ગૃહ) અમિત રાવલ દ્વારા સહી કરવામાં આવી છે.

ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ, જેઓ હવે વચગાળાના ધોરણે કાર્યભાર સંભાળશે, તેઓ ગુના તપાસ અને રેલવે પોલીસમાં તેમના અનુભવ માટે જાણીતા છે. CID (ક્રાઈમ અને રેલવે)ના વડા તરીકે તેમની રાજ્યભરમાં સંવેદનશીલ તપાસ અને ગુપ્તચર સંબંધિત કેસોમાં તેમની સારી એવી પક્કડ છે. ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ વધારાની જવાબદારી સાથે ગુજરાત પોલીસનું નેતૃત્વ કરશે, જેમાં રાજ્ય દળમાં ગુના નિયંત્રણ, આંતરિક સુરક્ષા અને વહીવટી સુધારાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.

વિકાસ સહાયએ ચાર દાયકા સુધી સેવાઓ આપી

ગુજરાતના DGP તરીકેની સેવા બાદ વિકાસ સહાય નિવૃત્ત થયા છે, આ સાથે જ ભારતીય પોલીસ સેવામાં તેમના લગભગ ચાર દાયકા લાંબી કારકિર્દીનો અંત થયો છે. 

ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો, વિકાસ સહાય થયા નિવૃત્ત 2 - image