સુરતને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્કના ડીપીઆર સરકાર સમક્ષ રજુ કરાયા
Surat : સુરત પાલિકાના બજેટમાં સુરતને ભારત દેશમાં લોજિસ્ટિકના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યું હતું. સુરતને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્ક ડેવલપ કરવા રાજ્ય સરકારની સંસ્થા જીઆઈડીબી દ્વારા ગુડગાંવની એજન્સીને કન્સલ્ટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પાલિકા અને કન્સલ્ટન્ટ વચ્ચે એક વર્ષથી તબક્કાવાર બેઠક થઈ હતી. ત્યારબાદ લોજિસ્ટિક પાર્ક માટે ડીપીઆર તૈયાર કરી રાજ્ય સરકારમાં સુપ્રત કરવામાં આવ્યો છે. આજે ડીઆડીબી સમક્ષ કન્સલ્ટન્ટ વચ્ચે પાલિકાએ રજુ કરેલા ડીપીઆર માટેની પહેલી બેઠક યોજાશે.
તને વર્લ્ડ લેવલના લોજિસ્ટિક હબ તરીકે ડેવલપ કરવા લોજિસ્ટિક પાર્ક અંગેની માહિતી આપતા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું હતું. સુરત ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક પ્લાન-2047 માટે વિચારણા કરવામાં આવી રહી છે. સુરત ભારતમાં સૌથી બેસ્ટ કનેક્ટેડ સીટી તરીકે ઉભરી રહ્યું છે. સુરતમાં રોડ (એક્સપ્રેસ હાઈવે) બુલેટ ટ્રેન, મેટ્રો અને પોર્ટ જેવી કન્ટેટીવીટી પણ મળી શકે છે. આગામી દિવસોમાં સુરતને દેશમાં લોજિસ્ટિકના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બની શકે છે. આ માટે રાજ્ય સરકારની જીઆઈડીબી દ્વારા ગુંડગાવની એઇકોમને કન્સલન્ટન્ટની કામગીરી સોંપવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી કન્સલ્ટન્ટ દ્વારા પાલિકા પાસે અનેક ડેટા ભેગા કરવામાં આવ્યા છે. આ ડેટાબેઝ આધારે પાલિકાએ લોજિસ્ટિક પાર્કના ડીપીઆર રાજ્ય સરકારને સુપરત કર્યો છે અને આવતીકાલે તે અંગે બેઠક પણ થશે.
મ્યુનિ. કમિશનરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરત વિવિધ માધ્યમથી વ્યાપાર-ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે અનિવાર્ય લોજીસ્ટીક ક્ષેત્રે હબ બનવા માટે અનુકૂળ છે. આ ડીપીઆર પર આજે ઉચ્ચસ્તરીય બેઠક થશે અને ત્યાર બાદ આગામી આયોજન થશે.
અત્યાર સુધી સુરતનો વિકાસ કાપડ અને હીરા ઉદ્યોગની આસપાસ રહેતો હતો પરંતુ ભવિષ્યમાં લોજિસ્ટિક હબ ડેવલપ થવાથી ઉદ્યોગકારોને ડાયવર્સી ફિકેશન મળી રહેશે અને રોજગારી તથા વેપારની નવી તકો ઊભી થશે. આ ઉપરાંત રોજગારી સાથે નવા વ્યવસાયની પણ તક ઉભી થશે.