ગરમી ઇફેક્ટ : બરોડા ડેરી પાસે ડીપી, રેસકોસ સર્કલ નજીક કચરામાં અને સુભાનપુરામાં ઝાડ પર આગ
Vadodara : વડોદરા શહેરના બરોડા ડેરી પાસે ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જ્યારે રેસકોસ સર્કલ નજીક પડેલા કચરા તથા સુભાનપુરા વિસ્તારમાં એક ઝાડ પર અગમ્ય કારણ અસર આગ લાગી હોય તેવી ઘટના બની હતી. જેમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર જઈને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આગના બનાવો બનતા રહે છે ત્યારે 30 એપ્રિલના રોજ રાત્રિના સમયે શહેરના ત્રણ વિસ્તારમાં આગ લાગી હતી તેમાં પ્રથમ બનાવ પ્રતાપ નગર રોડ ઉપર બરોડા ડેરી પાસે આવેલી એક ડીપીમાં કારણે આગ લાગી હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમના જવાનો હોય તાત્કાલિક સ્થળ પર દોડી જઈને પાણીનો સતત મારો ચલાવીને થોડીક જ વારમાં કાબુ મેળવી લીધો હતો. તેવી જ રીતે રેસકોર્સ સર્કલ પાસે પડેલા કચરામાં પણ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને સુભાનપુરા વિસ્તારમાં એક ઝાડમાં પણ કોઈ કારણોસર આગ લાગતા ભડભડ સળગવા લાગ્યું હતું. જાગૃત નાગરિકો દ્વારા ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી ત્યારે બે અલગ અલગ ટીમોએ દોડી જઈને પાણીનો સતત મારો ચલાવી કચરામાં તથા ઝાડ પર લાગેલી આગ કાબુમાં લઈ લીધી હતી. જોકે આગના કારણે કોઈ જાનહાની કે દાઝ્યું હોય તેઓ બનાવ સામે આવ્યો નથી.