ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dowry Cases Gujarat: ગુજરાતને ભલે વિકસિત રાજ્ય ગણાવવામાં આવતું હોય, પરંતુ આજે પણ દહેજના દૂષણની કુપ્રથાના કારણે મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે. રાજ્યમાં 3 વર્ષ દરમિયાન 178 મહિલાઓને દહેજનું દૂષણ ભરખી ગયું હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ આ સમય દરમિયાન દહેજના દૂષણની કુલ 5638 ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે.
દહેજની કુપ્રથા: સરકારના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર
મહિલાઓના આત્મસન્માનની વાતો તો બહુ થાય છે, પરંતુ દહેજ જેવી વર્ષો જૂની કુપ્રથામાંથી મહિલાઓને છુટકારો અપાવવામાં સરકાર ઉણી ઉતરી છે. દહેજના દૂષણને ડામવા માટે કાયદો અમલમાં છે, છતાં આજે પણ ગુજરાતમાં દહેજના કારણે મહિલાઓએ મોતની સોડ તાણવી પડે છે. વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે, ત્રણ વર્ષમાં ગુજરાતમાં દહેજના દૂષણના કારણે 178 મહિલાઓએ આપઘાત કરી લીધો છે. જ્યારે આપઘાતના પ્રયાસના 4 કેસ નોંધાયા છે. આપઘાતની આ ઘટનાઓમાં અમદાવાદ અને સુરત મોખરે છે. સરકારના જવાબ અનુસાર તમામ કેસમાં 522 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને 15 આરોપીને પકડવાના હજી બાકી છે. અલબત્ત, આ તો દહેજના દૂષણની ચરમસીમારૂપ બાબતનો ચિતાર છે.
ગુજરાતમાં દહેજના દૂષણનો ચિતાર
| જિલ્લો | ફરિયાદ | આપઘાત | જિલ્લો | ફરિયાદ | આપઘાત |
| અમદાવાદ | 1665 | 34 | ભાવનગર | 99 | 9 |
| સુરત | 1166 | 36 | ભરૂચ | 89 | 2 |
| બનાસકાંઠા | 362 | 7 | પંચમહાલ | 91 | 2 |
| મહેસાણા | 213 | 3 | અમરેલી | 74 | 5 |
| વડોદરા | 299 | 17 | જામનગર | 70 | 3 |
| કચ્છ | 196 | 16 | જૂનાગઢ | 55 | 3 |
| ગાંધીનગર | 185 | 9 | મહીસાગર | 47 | 0 |
| રાજકોટ | 158 | 5 | બોટાદ | 42 | 3 |
| પાટણ | 155 | 1 | દાહોદ | 42 | 1 |
| સાબરકાંઠા | 151 | 7 | નવસારી | 32 | 0 |
| આણંદ | 117 | 0 | વલસાડ | 31 | 4 |
| ખેડા | 114 | 3 | દેવભૂમિ દ્વારકા | 17 | 2 |
| અરવલ્લી | 114 | 0 | ગીર સોમનાથ | 16 | 0 |








