ગેમ ઝોન, જીમ, મોલમાં પણ ડબલ વેક્સિન ફરજિયાત કરાશે
એક-બે દિવસમાં સૂચના આપી દેવાશેઃ 6.68
લાખ લોકોએ 84 દિવસ બાદ પણ બીજો ડોઝ લીધો નથી
સુરત,
સુરતમાં હવે ગેમ ઝોન, જીમ અને મોલમાં પણ ડબલ વેક્સીનેશન ફરજ્યાત કરવા માટે આયોજન કરી રહી છે. સુરતમાં પહેલો ડોઝ લીધો હોય અને 84 દિવસ પછી પણ પાંચથી છ અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોવા છતાં 6.68 લાખ લોકો બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી.
સુરત મ્યુનિ. તંત્ર પહેલા ડોઝમાં રાજ્યમાં સૌથી અગ્રેસર રહ્યું છે પંરતુ બીજા ડોઝ માટે લોકોની ઉદાસિનતાના પગલે બીજો ડોઝનો ટાર્ગેટ પુરો કરવામાં પાલિકાને મુશ્કેલી થઈ રહી છે. જેના કારણે પાલિકાએ સીટી અને બીઆરટીએસ બસ અને પાલિકા કચેરી અને ઝુ તથા એક્વેરિયમાં ડબલ ડોઝ લીધા હોય તેને જ પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી થોડી સફળતાં મુકતાં પાલિકા તંત્ર જ્યાં લોકોની સૌથી વધુ અવર જવર હોય તેવા ગેમ ઝોન, મોલ અને જીમમાં પણ ડબલ વેક્સીનેશન લીધી હોય તેવા લોકોને જ પ્રવેશ આપવા માટેનો નિર્ણય કર્યો છે. આગામી એકાદ બે દિવસમાં આ અંગે સૂચવા આપી દેવાશે.