વડોદરા શહેરના વોર્ડ 8-9 ને જોડતો ડબલ ટ્રેક રસ્તો ધોવાઈ જતા સિંગલ ટ્રેક થયો : આંદોલનની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : Filephoto
Vadodara Rain : વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા વોર્ડ નં. 8-9ને જોડતા પંચવટીથી કોયલી સુધીનો રસ્તો ઔદ્યોગિક વિસ્તાર માટે અગત્યનો છે. ડબલ ટ્રેક પૈકીનો એક રોડ પર ઠેકઠેકાણે વરસાદના કારણે ધોવાઈ જતા ઉબડખાબડ બની ગયો છે પરિણામે એક ટ્રેક પર ડબલ ટ્રેકમાં વાહનો ચાલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર છેવાડે આવેલા ગોરવા પંચવટીથી કોયલી સુધીનો ઔદ્યોગિક માર્ગ બની ગયો છે. ડબલ ટ્રેક આ રસ્તો તાજેતરના વરસાદી માહોલમાં એક બાજુના ટ્રેક પર ઠેર ઠેર પડી ગયેલા નાના મોટા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયું છે.
જ્યારે બીજી બાજુ અન્ય ટ્રેક પરથી રોંગ સાઈડ વાહનો જતા એક ટ્રેક પર ડબલ ટ્રેક વાહનો દોડી રહ્યા છે. જોકે પ્રિમોનસુન કામગીરીના ધજાગરા ઉડયા છે અને કામગીરી માત્ર કાગળ પર બતાવીને પદાધિકારીઓ ખુશ થઈ રહ્યા છે સિંગલ ટ્રેકને ડબલ ટ્રેક બનાવીને દોડતા વાહનોથી અકસ્માતનો સતત ભય રહે છે. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરી છતાં પાણીનું નામ ભુ ની જેમ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ રોડ રસ્તા રીપેર નહીં જાય તો આંદોલનનો રસ્તો અપનાવતા સ્થાનિકોને કોઈ રોકી શકશે નહીં.









