Get The App

ચેક રિટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને 2 વર્ષની કેદની સજા ફટકારી

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
ચેક રિટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને 2 વર્ષની કેદની સજા ફટકારી 1 - image

- હળવદની કોર્ટે નવા ઇશનપુરના શખ્સને

- આરોપીએ હાથ ઉછીના લીધેલા પાંચ લાખ પેટે ચરાડવાના વ્યક્તિને ચેક આપ્યો હતા

હળવદ : હળવદ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી જતા ૫ લાખના ચેક રીટર્ન કેસમાં કોર્ટે ડબલ રકમનો દંડ અને આરોપીને બે વર્ષની સજા ફટકારી છે

ચરાડવા ગામના કેશવજીભાઇ કલ્યાણભાઈ સોનગ્રાએ રૂ.૫ લાખ દયારામભાઈ નાગરભાઈ દલવાડી (રહે.નવા ઈશનપુર)ને હાથ ઉછીના આપ્યા હતા. તેની સામે દયારામભાઈએ ચેક આપ્યો હતો.

આ ચેક રિટર્ન થતા કેશવજીભાઇ સોનગ્રાએ નોટીસ આપી હતી. આ નોટિસનો દયારભાઇએ જવાબ નહીં આપતા કેશવજીભાઇએ હળવદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ તાજેતરમાં ચાલી જતા હળવદની પ્રી.એડી. ચીફ.જ્યું.મેજીની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે દલિલો અને દસ્તાવેજી પુરાવાના આધારે દયારામભાઈ નાગરભાઈ દલવાડીને બે વર્ષની કેદની સજા અને રૂ ૫ લાખના બમણી રકમનો દંડ કર્યો છે

દંડની રકમ ના ભરે તો વધુ છ માસની કેદની સજા કરી છે. તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને રૂ ૭,૫૦,૦૦૦ પુરા ખાસ વળતર તરીકે ચૂકવી આપવા આદેશ કર્યો છે.