અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડશે, AMTSનું રૂપિયા 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
આવનારા સમયમાં એએમટીએસમાંથી ડીઝલ બસ દૂર કરાશે
Ahmedabad Municipal Corporation: અમદાવાદ શહેરમાં ફરી ડબલ ડેકર બસો ફરતી નજરે પડશે. કોર્પોરેશનના AMTSના 641 કરોડના બજેટમાં આ દરખાસ્ત કરવામાં આવી છે. સાત ડબલ ડેકરમાંથી એક ડબલ ડેકર બસ ટૂંક સમયમાં શરૂ કરી દેવાની પણ તૈયારીમાં છે. એએમટીએસના ડ્રાફ્ટ બજેટની અન્ય મુખ્ય બાબતો પર નજર કરીએ તો આવનારા સમયમાં એએમટીએસમાંથી તમામ ડીઝલ બસો પણ દૂર કરવામાં આવશે.
સિટી બસના દરેક બસ ટર્મિનસ પર પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ મૂકવામાં આવશે. આ ઉપરાંત ટર્મિનસ પર ક્યૂઆર કોડ હશે જેને સ્કેન કરવાથી બસોના રૂટ અંગેની માહિતી મળીશે. બહારગામથી એસટી બસે આવતા મુસાફરોની સુવિધા માટે પ્લોટ મેળવી બસ પોર્ટ ઉભા કરવાની પણ વિચારણા છે.
શહેરના માર્ગો પર રોજની 1 હજાર 20 બસો દોડાવાની દરખાસ્ત કરાઇ છે. જેમાંથી 795 બસ ખાનગી ઓપરેટરની રહેશે. એમપી, એમએલએની ગ્રાન્ટમાંથી શહેરમાં ત્રણસો નવા બસ શેલ્ટર બનાવવાનો પણ ડ્રાફ્ટ બજેટમાં વિચાર મૂકાયો છે. શહેરના મેમનગર, અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનશે.