Get The App

સુરતમાં એક વર્ષની સૂતેલી બાળકીને લઇને કૂતરું ભાગી ગયું, હજુ પણ બાળકીનો અતોપતો નથી

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં એક વર્ષની સૂતેલી બાળકીને લઇને કૂતરું ભાગી ગયું, હજુ પણ બાળકીનો અતોપતો નથી 1 - image
AI Image

Surat shocking news : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે શરણમ રેસીડેન્સીની સાઈડ ઉપર માતાએ એક વર્ષની બાળકીને નજીકમાં જમીન ઉપર સુવડાવી રસોઈ બનાવતી હતી. તે સમયે કુતરું આવીને બાળકીને મોમાં ઊંચકીને ભાગ્યું હતું. માતાએ બુમાબુમ કરતાં સોસાયટીની આસપાસના રહીશો તથા 200થી વધુ લોકો સ્થાનિક ભેગા થઈ કુતરાની પાછળ દોડતા કુતરું શેરડીના ખેતરમાં ભાગી થયું હતું. પોલીસ, ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગની ટીમ, સુરત મહાપાલિકાની ટીમ બાળકીને શોધી રહી છે પરંતુ કલાકો વિતી ગયા હોવા છતાં બાળકીની કોઇ ભાળ મળી નથી. ઉલ્લેખનીય છે કે બાળકીને શોધવા માટે ડૉગ સ્કવૉડ અને એફએસએલ અને ડ્રોનની પણ મદદ લેવાઇ છે. 

આ પણ વાંચો: પ્રેમ પ્રકરણનો લોહિયાળ અંત : બોટાદમાં પ્રેમિકાની નજર સામે 8 પરિજનોએ પ્રેમીને રહેંસી નાખ્યો

વાવ ગામે શરણમ રેસીડેન્સીની સાઈડમાં બાંધકામ ચાલે છે. જ્યાં સાત દિવસ અગાઉ અંજુ બહાદુરભાઈ (ઉ.વ.30, મૂળ રહે. પલાસસ્ટોર, જી. જાંબુઆ, મુખ્યપ્રદેશ) પત્ની અને એક વર્ષની બાળકી માયા સાથે કામ ઉપર આવ્યા હતા અને બાંધકામ સાઈડ ઉપર જ ઝુંપડું બનાવીને રહે છે. અંજુ પત્ની સાથે મંજૂરીકામ કરે છે. ગત સોમવારે વતનમાં લગ્ન હોય હાજરી આપવા માટે પત્ની અને એક વર્ષની બાળકી માયાને બાંધકામ સાઈટ ઉપર એકલા મૂકીને મંજુ એકલો વતન ગયો હતો. 

મંગળવારે બાળકીની માતા પોતાની એક વર્ષની દીકરીને ઝુંપડાની બહાર જમીન ઉપર સુવડાવી થોડે દૂર ચૂલા ઉપર જમવાનું બનાવતી હતી. તે સમયે અચાનક એક કુતરું આવી દીકરીને મોંમાં બચકું ભરી ઊંચકીને ભાગતાં માતાએ બુમાબુમ કરી હતી. આજુબાજુના ઝૂંપડામાં રહેતા અન્ય લોકો કુતરા પાછળ દોડયા હતાં. 

બુમાબુમ થતાં નજીકની સોસાયટીના અને સ્થાનિક 200 થી વધુ લોકો ભેગા થઈ કુતરાની પાછળ દોડતા કુતરું નજીકના બંસરી રિસોર્ટની સામે આવેલા શેરડીના ખેતરમાં ભાગી ગયું હતું. સ્થાનિક લોકોએ કામરેજ પોલીસને જાણ કરતાં પી.આઈ એ.ડી.ચાવડા પોલીસની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના માણસો પણ આવી ગયા હતા. મોડી રાત સુધી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને 200થી વધુ લોકોએ બાળકીની શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ મળી ન હતી.

બુધવારે વહેલી સવારે પોલીસ, ફાયર બ્રિગેડ, સુરત મહાપાલિકાની ટીમ અને સ્થાનિક લોકોએ શોધખોળ કરતાં કુતરું મળી આવ્યું હતું પરંતુ પકડાયું ન હતું.  બાળકી મળી ન આવતાં પોલીસે માતાની જાણવાજોગ ફરિયાદ નોંધી છે. 

હાલ ડૉગ સ્કવૉડ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી છે. આ ઉપરાંત ડ્રોનની મદદ વડે બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ડૉગ સ્કવૉડ અને એફ.એસ.એલની ટીમ પણ બાળકીને શોધવામાં લાગી છે પરંતુ કલાકો વિતી ગયા હોવાછતાં બાળકીની કોઇ ભાળ મળી નથી. 

Tags :