Gujarat

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ વધ્યો, 6 માસમાં 8,391 લોકોને કરડતા ફફડાટ

By GS TEAM
5 Jul 20252 mins read
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ વધ્યો, 6 માસમાં 8,391 લોકોને કરડતા ફફડાટ

- રખડતા શ્વાનનો આંતક વધ્યો છતાં મહાપાલિકાનું તંત્ર નિષ્ક્રીય 

- શહેરમાં દરરોજ આશરે 46 થી વધુ લોકોને શ્વાન કરડે છે : શ્વાનના ત્રાસના પગલે લોકોમાં નારાજગી 

ભાવનગર : ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે અને દરરોજ ઘણા લોકોને કરડે છે છતાં મહાપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી તેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા ૬ માસમાં ૮,૩૯૧ લોકોને કુતરા કરડયા છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. 

ભાવનગર શહેરમાં છેલ્લા ૬ માસમાં એટલે કે, જાન્યુઆરીથી જૂન-ર૦રપ માં ૮,૩૯૧ લોકોને શ્વાન કરડયા હોવાથી તેઓ સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આવ્યા હતા અને તેઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી તેમ મનપાના આરોગ્ય વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. શહેરના સુભાષનગર, ખેડૂતવાસ, બંદર રોડ, કરચલીયા પરા, ચિત્રા, ફુલસર, કાળિયાબીડ, સાંઢીયાવાડ, આનંદનગર, ભરતનગર, ગાયત્રીનગર, તળાજા રોડ, કાળાનાળા સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનનો આંતક વધ્યો છે છતાં મહાપાલિકાનું તંત્ર નિષ્ક્રીય જોવા મળી રહ્યુ છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. હાલ શહેરના મુખ્ય રોડ અને શેરીઓમાં શ્વાનના ઝુંડ જોવા મળતા હોય છે. રાત્રીના સમયે શહેરના મુખ્ય રોડ પર શ્વાનઓ ત્રાસ ફેલાવતા હોય છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓ મુંઝવણમાં મુકાય જતા હોય છે. રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે છતાં મહાપાલિકાને આ પ્રશ્ન હલ કરવામાં કોઈ રસ ના હોય તેમ જણાય રહ્યુ છે. 

શહેરમાં દરરોજ આશરે ૪૬થી વધુ વ્યકિતઓને શ્વાન કરડતા હોવાનુ જણાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ આ બાબતે લાલ આંખ કરવી જરૂરી છે. હાલ મહાપાલિકા માત્ર શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરી સંતોષ માની રહ્યુ છે. હડકાયા શ્વાન કરડવાથી કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે ત્યારે આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. 

છેલ્લા 6 માસમાં શ્વાન કરડયાની આંકડાકીય માહિતી 

જાન્યુઆરી

૧૭૦૩

ફેબુ્રઆરી

૧૪પ૮ 

માર્ચ

૧૪૮ર

એપ્રિલ

૧૪૧૬

મે

૧૩પપ

જુન

૯૭૭

કુલ

૮૩૯૧