Gujarat

દેશમાં સામાન્ય દર્દીઓનો મૃત્યુદર 2થી 3 ટકા અને ડોકટરોનો મૃત્યુદર 8 ટકા જેટલો

By GS Team
21 Jul 20202 mins read
This article was originally published on 21 Jul 2020
દેશમાં સામાન્ય દર્દીઓનો મૃત્યુદર 2થી 3 ટકા અને ડોકટરોનો મૃત્યુદર 8 ટકા જેટલો

સુરતતા.21.જુલાઇ.2020 મંગળવાર

કોરોનાની મહામારીએ સમગ્ર ભારતમાં સકંજો કસ્યો છે. દેશમાં સામાન્ય દર્દીઓનો બે થી ત્રણ ટકા ટકા જેટલો મૃત્યુદર  છે. પણ કોરોનાના દર્દીની સારવાર કરતા એવા કોરોના યોદ્ધા ડોક્ટરમા આઠ ટકા મૃત્યુદર છે. દેશમાં કોરોના સંક્રમિત 1302 જેટલા ડોકટર્સમાંથી 99 ડોક્ટર મોતને ભેટયા છે.

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડો.ચંદ્રેશભાઇ જરદોશે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 26 હજારથી વધુ થયો છે. જેમાં 1302 જેટલા ડોકટર્સ પણ  કોરોના સંક્રમિત થયા છે. જે અંતર્ગત  પ્રેકિટસીંગ ડોકટર 586, રેસીડન્ટ ડોકટર 566 અને હાઉસ સર્જન ડોકટર 150 ડોકટરનો સમાવેશ થાય છે. જેમાં 99 ડોક્ટર મોતને ભેટયા છે. એટલે સામાન્ય દર્દીઓમાં મૃત્યુઆંક બે થી ત્રણ ટકા છે. જ્યારે ડોક્ટરોમાં અંદાજિત આઠ ટકા જેટલો મૃત્યુઆંક જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં અંદાજીત કોરોના સંક્રમિત 300 પૈકી 9 ડોક્ટર મોત થયા હતા. અને સુરતમાં 201ડોક્ટર પૈકી એક ડોક્ટર નું મોત થયું છે. ગુજરાતમાં ડોક્ટરનો મૃત્યુદર ઓછો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ડોક્ટરોનાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે.

વધુમાં તેમણે કહ્યું હતું ડોક્ટરનાં મૃત્યુ પાછળ કેટલાક કારણો જવાબદાર છે. જેમાં ડોક્ટર સતત દસ થી બાર કલાક સુધી કામ કરે છે, અપૂરતી ઊંઘ, પૂરતો આરામ મળતો નથી. એટલું જ નહીં પણ તેઓ ખોરાક -નાસ્તો પણ નિયમિત કરતાં નથી. કામના ભારણને લીધે માનસિક તાણ અનુભવતા હોય છે. તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની પરવા કર્યા વિના 8 થી 10 કલાક સુધી કોરોનાવાયરસ ની વચ્ચે રહીને કામ કરે છે. આવા સંજોગોના લીધે તેમની યુનિટી ઘટી જતી હોય છે જેના કારણે તેમની હાલત ગંભીર થતી હોય છે.આવા સંજોગોમાં ડાક્ટરોએ નિયમિત ચા-નાસ્તો ભોજન કરવું જોઇએ. પૂરતો આરામ અને ઊંઘ લેવી જોઈએ. તેમણે પૂરી તકેદારી રાખીને દર્દીને સારવાર આપવી જોઈએ. તેમણે એન 95 માસ્ક,પીટીઆઈ કિટ ફેસ માસ્ક પહેરવું જોઈએ.

 

આગામી 10 થી 15 દિવસ વધુ ઘાતક બની શકે

સુરત શહેરમાં કોરોના ગંભીર સ્વરૃપ ધારણ કર્યુ છે.જેથી પ્રતિદિન કેસમાં વધારો અને મરણઆંક પણ વધી રહ્યો છે. આગામી ૧૦ થી૧૫ દિવસ કોરોના વધુ ધાતક બનવાની શકયતા છે.આવા સંજોગોમાં લોકોએ બીન જરૃરી ઘરની બહાર નહી નીકળવુ.જોકે બહાર જવુ પડે તો માસ્ક પહેરવુ અને સેનેટાઇઝર કે હાથ વારંવાર ધોવા જોઇએ.અને સોશીયલ ડીસ્ટનનું પાલન કરવુ જોઇએ.આ તકેદારી રાખવામાં આવશે તો કેસ ઘટવાની શકયતા હોવાનું ડો.ચંન્દ્રેશભાઇએ જણાવ્યુ હતુ.

 

૫૦ વર્ષથી વધુ વયના ૭૩ ડોકટરના મૃત્યુ

ભારત કોરોના સંક્રમિત કુલ ૧૩૦૨ ડોક્ટર પૈકી ૯૯ ડોક્ટરો મોતને ભેટયા હતા.જોકે મૃત્યુ પામેલામાં ૪ રેસીડન્ટ ડોકટર,૫૪ જનરલ પ્રેકટીસનર,૪૧ સ્પેશ્યિાલિસ્ટ નો સમાવેશ થાય છે.જેમાં ૩૫ વર્ષીય થી ઓછી ઉંમરના ૭ ડોકટર,૩૫ થી ૫૦ વર્ષ વચ્ચેની ઉંમરના ૧૯ ડોકટર અને ૫૦થી વધુ ઉંમરના ૭૩ ડોકટર મોતને ભેટયા હોવાનું જાણવા મળે છે.

.