Gujarat

મહારાષ્ટ્રના ડોક્ટરને પાંચ કરોડની લોન અપાવવાનું કહી છેતરપિંડી

By GS TEAM
14 Oct 20251 min read
મહારાષ્ટ્રના ડોક્ટરને પાંચ કરોડની લોન અપાવવાનું કહી છેતરપિંડી

 વડોદરા,મહારાષ્ટ્રના ડોક્ટરને હોસ્પિટલના રિનોવેશન માટે પાંચ કરોડની લોન અપાવવાનું કહી ૧૦.૧૦ લાખ પડાવી લેનાર વડોદરાની મહિલા સહિત બે સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખલટાવ તાલુકાના માયની ગામે એમ.એસ.ઇ.બી. બોર્ડમાં રહેતા ડો. જમીર યુસુફભાઇ જમાદારની મહારાષ્ટ્રના સાંગલીમાં હોસ્પિટલ છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે હોસ્પિટલના રિનોવેશન માટે રૃપિયાની જરૃર  હોવાથી નયનાબેન મનહરસિંહ મહીડા (રહે. દીપ દર્શન સોસાયટી, અટલાદરા) તથા રાજેશ અભેસિંગ ચાવડા (રહે. લાડુબા નગર, વાઘોડિયા રોડ) સાથે વાતચીત થઇ હતી. તેઓએ મને પાંચ કરોડની લોન કરાવી આપવાની વાત કરી  હતી. નયનાબેને મને મુજમહુડા રોડ પર આવેલી સહયોગ ફાઇનાન્સની ઓફિસે બોલાવ્યો હતો. તેમની સાથે લોન અંગે મિટિંગ થઇ હતી. તેઓએ મારી પાસેથી ૧૦.૧૦ લાખ પડાવી લીધા હતા.  પંરતુ, મારી લોન કરાવી આપી નહતી. મેં રૃપિયા પરત માંગતા મને જાનથી મારી નાંખવાની ધમકી આપી  હતી.